મોરબી : મોરબી ઉપર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. ગઇકાલે શરૂ થયેલી મેઘસવારી મોડી રાત્રે પણ યથાવત રહી હતી. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 66 મિમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રાત્રે પણ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા.ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના આંકડા ( 24 કલાક)માળિયા - 9 મિમીમોરબી - 138 મિમીટંકારા - 72 મિમીવાંકાનેર - 15 મિમીહળવદ - 64 મિમી(25 મિમી એટલે 1 ઇંચ)