આયુષ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા બાયલેટરલની રિપ્લેસમેન્ટ (Bilateral Knee Replacement) સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી, દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સીતાબા નામના મહિલાને બંને ઘૂંટણમાં ગંભીર તકલીફ હતી. આ પીડા એટલી અસહ્ય હતી કે તેમને ચાલવા-ફરવામાં તેમજ ઘરના રોજિંદા સામાન્ય કામ કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.ઘૂંટણની અસહ્ય પીડાના નિવારણ માટે તેઓ મોરબી સ્થિત આયુષ હોસ્પિટલ (Aayush Hospital - Morbi) ખાતે આવ્યા હતા. અહીં નિષ્ણાંત ઓર્થોપેડિક ડોક્ટરોના સચોટ માર્ગદર્શન હેઠળ તેમના બંને ઘૂંટણનું સફળ બાયલેટરલની રિપ્લેસમેન્ટ (Bilateral Knee Replacement) ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન અને સમગ્ર સારવાર દરમિયાન આયુષ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ઉત્તમ કાળજી લેવામાં આવી હતી. દર્દીને સતત હૂંફ, યોગ્ય માર્ગદર્શન અને સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.આજે સીતાબા સંપૂર્ણપણે સ્વસ્થ છે. સફળ ઓપરેશન બાદ હવે તેઓ કોઈપણ જાતની તકલીફ વિના સરળતાથી ચાલી શકે છે, પલોઠી વાળી શકે છે અને ઘરનું તમામ કામ જાતે જ કરી શકે છે. યોગ્ય સમયે યોગ્ય સારવાર મળવાથી તેઓ પીડામુક્ત જીવન જીવી રહ્યા છે. સીતાબાએ આયુષ હોસ્પિટલ મોરબીની સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.યોગ્ય સમયે યોગ્ય સારવાર જીવન બદલી શકે છે. વધુ માહિતી અને સારવાર માટે આજે જ સંપર્ક કરો:આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.7575088884અન્ય બ્રાન્ચ: રાજકોટ | મોરબી | જામનગર | સુરેન્દ્રનગર | મહેસાણા | કચ્છ | જૂનાગઢ#MorbiUpdate #AayushHospital #MorbiNews #KneeReplacement #OrthopedicSurgery #HealthCare #Morbi #SuccessfulSurgery #JointReplacement #MedicalExcellence #HealthUpdateMorbi