મોરબી : અન્ય રાજ્યમાં ગુન્હો કરીને ગુજરાતમાં આવી ચડતા અસામાજિક તત્વો ગુજરાતમાં પણ ઘણી વખત કોઈ ગંભીર ગુન્હાઓને અંજામ આપતા હોય છે, ત્યારે આવા અપરાધી મનોવૃત્તિ ધરાવતા શખ્સોને ઓળખી તેઓને ઝડપી પાડવાની નોંધનીય કામગીરી પણ પોલીસ તંત્ર નિભાવતું હોય છે. આવી જ એક કામગીરીના ભાગ રૂપે મોરબી તાલુકા પોલીસે મધ્યપ્રદેશના ગુન્હામાં પાછલા 6 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મધ્યપ્રદેશના લચનકોટ, જી. અલીરાજપુરના મૂળ રહેવાસી સંદેહી નીતિન સંડાઉ ઉં.વ.22 મધ્યપ્રદેશમાં કરેલા ગુન્હાના કામે નાસતો ફરતો હોવાની મળેલી હકીકતને આધારે, આ આરોપી હાલ મોરબી જિલ્લામાં મોરબી શહેર નજીક પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા નવા બની રહેલા એક કારખાને હાજર હોવાની માહિતી મળતા તાલુકા પોલીસ સ્ટે.ના. પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ઝાલા, પો. કોન્સ. ભરતદાન દેથા સાહિતના પોલીસ સ્ટાફે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.