પોલીસની સતત કડક કાર્યવાહી લવરમુછીયાને ફટાકડીનો શોખ ભારે પડ્યો મોરબી : મોરબીમાં જાણે ફટાકડી રમકડું હોય એમ આ ઘાતક હથિયાર કમેરે કે પેટાના નેફામાં ભરાવીને લવરમુછીયાઓ સીન સપાટા કરતા હોવાથી પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસની સતત આ દિશામાં કડક કાર્યવાહી દરરોજ એક પછી એક લવરમુછીયાઓ ફટાકડી સાથે ઝડપાઇ રહ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક લવરમુછીયો ફટાકડી સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આરોપી રેનીશભાઇ ઉર્ફે ભાણો ફીરોજખાન અંદાણી (ઉ.વ.૨૩ રહે.મોરબી કાલીકા પ્લોટ શેરીનં.૨) ને ગઈકાલે કાલીકા પ્લોટ વિસ્તારમાંથી લાયસન્સ વગર સેમી ઓટોમેટીક હાથ બનાવટી પીસ્ટલ જેની કિ.રૂ.૧૦૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ-૧ કિ.રૂ.૧૦૦ મળી કુલ કી.રૂ.૧૦૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને એ ડિવિઝન પોલીસે આરોપી સામે આર્મ્સ એકટ કલમ રપ(૧-બી) એ, તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ બનાવની વધુ તપાસ મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ના પો.હેડ કોન્સ.આર.એન.મંઢ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..