વરસાદે વિરામ લેતા જ ફરી ગરમી અને અસહ્ય બફારાનો અહેસાસ થતા લોકો અકળાયા મોરબી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસના વિરામ બાદ ગુરુવારથી શનિવાર એટલે 6થી 8 જુલાઈ દરમિયાન વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 અને 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. જ્યારે 8 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિ તેજ થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિક ગુજરાતના ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. માત્ર હળવા અને સામાન્ય વરસાદ, જ્યારે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 3 દિવસ બાદ ભારે વરસાદ પડી શકે છે.ક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વરસાદ પડવાની આગાહી છે. જે અનુસાર ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુરુવારે નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે જ્યારે સુરત, તાપી, જુનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડશે. ગત અઠવાડિયે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ બાદ રવિવારે અને સોમવારે મેઘરાજાએ વિરામ લેતા બફારો અને ઉકળાટ વધ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીના આંકડા પર નજર કરીએ તો સોમવારે અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસસપાસ રહ્યું હતું.