ત્રિકોણ બાગ પાસે કોમ્પ્લેક્ષને નિશાન બનાવ્યા બાદ રવાપર રોડના કોમ્પલેક્ષમાં દુકાનો-ઓફિસોની બહાર એસીના પાઇપ ચોરી કરી મોરબી : મોરબીમાં દુકાનો અને ઓફિસોની બહાર લાગેલા એસીના પાઇપ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. બે દિવસ પહેલા રાત્રે ત્રિકોણ બાગ પાસે સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં અનેક એસીના પાઇપની ચોરી કર્યા બાદ રવાપર રોડના કોમ્પલેક્ષમાં દુકાનો-ઓફિસોની બહાર એસીના પાઇપ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં ખાસ કરીને દુકાનો અને ઓફિસોની બહાર લગાવવામાં આવેલા એસીના પાઇપ તાંબાના હોય તેની કિંમત વધુ હોવાથી આ પાઈપની ચોરી કરતી ગેગ સક્રિય થઈ હોવાના એંધાણ મળ્યા છે. બે દિવસ પહેલા રાત્રીના સમયે આવી તસ્કર ગેંગે પરાબજારમાં ત્રિકોણ બાગ પાસે આવેલા સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં અનેક ઓફિસોની બહાર લાગેલા એસીના પાઇપની ચોરી કરી હતી. જ્યારે આ તસ્કર ગેંગે વધુ એક કોમ્પલેક્ષને નિશાન બનાવ્યું હતું. જેમાં રવાપર રોડ ઉપર આવેલ ઓમ શોપિંગમાં તસ્કરો બે દિવસ પહેલા ત્રાટકયા હતા.આ શોપિંગમાં દુકાન ધરાવતા પરેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, દુકાનો અને ઓફિસોના એસી પાઇપની ચોરી કરતા તસ્કરોએ તેમની દુકાન સહિત અન્ય ત્રણ દુકાનો અને તેમની સામેના કોમ્પલેક્ષની એકાદ દુકાનની બહાર લગાવેલા કિંમતી એસીના પાઇપની ચોરી કરી હતી. આથી પોલીસ નાઈટ પેટ્રોલીગ સઘન બનાવે તેવી માંગ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..