મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/qr/VMLTSM2NFFFHM1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. કુબેર સિનેમા નજીક વૃદ્ધ થેલીમાં રૂપિયા 1.75 લાખ લઈને આવતા હતા અને ગઠિયો ઝોટ મારી ફરાર મોરબી : મોરબીમાં ગઠિયા લૂંટારું સક્રિય બનીને મનીટ્રાન્સફરનો ધંધો કરતા લોકોને નિશાન બનાવી રહ્યા છે તેવામાં કુબેર સિનેમા નજીક વધુ એક આવી ઘટના ઘટી હતી જેમાં ઘેરથી 1.75 લાખ થેલીમાં લઈ પગપાળા દુકાને આવી રહેલા વૃદ્ધના હાથમાંથી થેલી ઝુંટવી ગઠિયો ફરાર થઇ જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે કુબેર સિનેમાના ગેટ પાસે ચા, પાણીની દુકાન તેમજ મની ટ્રાન્સફરનો ધંધો કરતા દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા, ઉ.68, રહે. કુબેર સિનેમા પાછળ ત્રાજપર ધાર વિસ્તારવાળા ગત તા.8ના રોજ વહેલી સવારે પોતાના ઘેરથી પગપાળા કેબિને આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા ચોર ગઠિયાનો ભેટો થઈ ગયો હતો. વધુમાં મોરબીના કુબેર સિનેમા નજીક બનેલી આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધ પગપાળા જતા હતા ત્યારે અચાનક પાછળથી લાલ ટીશર્ટ કે શર્ટ પહેરીને એક 20થી 25 વર્ષીય યુવાન ધસી આવી રૂપિયા અને કેબિનની ચાવી સાથેની થેલી ઝુંટવી ભાગી ગયો હતો. આ બનાવ અંગે દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયાની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૭૯(એ)(૩), મુજબ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.