લાલપર ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે લેતા જાંબુડિયાના યુવાને જીવ ગુમાવ્યો મોરબી : લોહી તરસ્યા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ગતરાત્રીના વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. વાંકાનેર હાઇવે ઉપર હિટ એન્ડ રન નો સિલસિલો યથાવત રહ્યો છે. લાલપર ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે જાંબુડિયા ગામના પ્રકાશ ખીમજી નામના યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પણ તને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી નાસી છૂટેલા વાહનચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.