અગાઉ આગની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતામોરબી : બગથળા નજીક આવેલ ઇવા સિન્થેટિક ફેકટરીમાં ફરી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ પહેલા પણ અહીં આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામ નજીક આવેલ ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં એક મહિના પૂર્વે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ આજે ફરી અહીં આગ લાગી છે. આ આગ મશીનરીમાં લાગ્યાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ફાયર વિભાગની એક ટીમ ત્યાં પહોંચીને આગ બુઝાવી રહી છે.