તા. 28 સુધી મહિલાઓ ફ્રી એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે મોરબી : મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. જેમાં તા.27ના રોજ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ હતો. પરંતુ લોકલાગણી અને ધસારાને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન માટે હજુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈ પણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે મહિલાઓએ ફ્રી એન્ટ્રી માટે રજીટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આઇડી પૃફની ઝેરોક્ષ નકલ સાથે મહિલાઓ આશર ટેલિકોમની ત્રણ બ્રાન્ચ ખાતે તા. 27 સપ્ટેબર સુધી રેજીટ્રેશન કરાવી શકતી હતી. આજ રોજ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ હતો. પરંતુ બહેનોનો ઉત્સાહ અને લાગણી જોઈને રજિસ્ટ્રેશન માટે હજી એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે તા.28 સુધી મહિલાઓ રજિસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે ગરબા લઈને નવરાત્રીનું પાવન પર્વ ઉજવી શકે છે. રેજીટ્રેશન કરાવવા તથા પાસ મેળવવા આશર ટેલિકોમ, બ્રાન્ચ 1 શનાળા રોડ એવન પાનની બાજુમાં અને બ્રાન્ચ નંબર 2 જુના મહાજન ચોક તથા બ્રાન્ચ 3 સુપર માર્કેટ ખાતે સંપર્ક સાધવા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ અનુરોધ કર્યો છે.