દર્દીને મેનીંજાઇટીસ નામનું મગજનું ગંભીર ઇન્ફેકશન હતું, 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી માત્ર પાંચ દિવસમાં સ્વસ્થ કરી દેવાયામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 26 સપ્ટેમ્બર,2025 ના રોજ રાત્રે એક 26 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં બેભાન હાલતમાં આવ્યા, ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતાં જણાયું કે દર્દીને અચાનકથી આંચકી આવી ગઈ હતી. બે દિવસથી તાવ હતો અને બેભાન હાલત થઈ હતી તેમજ સ્વસન ક્રિયા પણ બેભાન હાલતની સાથે ગંભીર જણાતાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તેમને વેન્ટીલેટેર પર મૂકવામાં આવ્યા હતા.આગળ તપાસ કરતાં જણાયું કે દર્દીને મેનીંજાઇટીસ નામનું મગજનું ગંભીર ઇન્ફેકશન લાગુ પડેલ છે. દર્દીની સારવાર ખૂબ સફળતાપૂર્વક થતાં 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી દેવામાં આવ્યા અને માત્ર પાંચ દિવસમાં દર્દીને સાવ સારું થઇ જતાં જરૂરી દવાઓ સાથે હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આથી ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દીને નવજીવન મળ્યું. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.