ધારાસભ્ય વરમોરાએ તંત્રનું ધ્યાન દોરી લોકોને પડતી તકલીફમાં રાહત આપી હળવદ : હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્રમાં હાલ વિવિધ દાખલાઓ કઢાવવા માટે અરજદારોની લાઈનો લાગતી હોય છે પરંતુ અહીં એકમાત્ર કોમ્પ્યુટર ઓપરેટર હોય જેના કારણે અરજદારોને પારાવાર હાલાકી ભોગવી પડી રહી હતી.જોકે આ સમસ્યા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના ધ્યાન આવતા તેઓ દ્વારા તંત્રને સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે વધુ એક કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરી છે. શાળાના પરિણામ આવ્યા બાદ જાતિના,નોન ક્રિમિનલના,આવક સહિતના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ વહેલી સવારથી હળવદ મામલતદાર કચેરીમાં આવેલ સુવિધા કેન્દ્રમાં લાઈનો લગાવી ઊભા રહી જાય છે.અહીં દરરોજ 200થી વધારે અરજદારો આવતા હોય જ્યારે ટોકન 100 અપાઈ રહ્યા હોય.જેથી અરજદારો હેરાન થતા હોય જે બાબતની નોંધ લઇ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા તંત્રનું ધ્યાન દોરી લોકોને પડતી તકલીફ ઘટાડવા તાત્કાલિક ધોરણે જન સુવિધા કેન્દ્રમાં વધુ એક કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવ્યો છે.જેથી હવે ધન સુવિધા કેન્દ્રમાં બે કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ દાખલાઓ કાઢી આપશે એટલે હવે દરરોજ જે કામ થતું હતું તેનું હવે બમણું થશે.