તલવારથી કેક કાપી ઇન્સ્ટાગ્રામમા વીડિયો અપલોડ કરવા મામલે પોલીસે ફરિયાદી બની ગુન્હો નોંધ્યોમોરબી : મોરબીના અનુસૂચિત જાતિ સમાજના યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું આપનાર વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા હાલમાં ફરાર થઇ ગઈ છે ત્યારે અગાઉ પોતાના જન્મદિવસે બે ટેબલ ઉપર પોતાના ફોટા વાળા કેક ગોઠવી તલવારથી કેક કાપવાના સીન સપાટા નાખતો વીડિયો ઇન્સ્ટગ્રામમાં અપલોડ કરતા પોલીસ ખુદ ફરિયાદી બની વધુ એક ગુન્હો નોંધ્યો છે.મોરબી સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પીએસઆઇ અશોકસિંહ દિલુભા જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશભાઈ સીતાપરા, રહે.એસપી રોડ, પેસિફિક હાઇટ્સ, રવાપર વિરુદ્ધ જાહેરમાં બે ટેબલ ઉપર પોતાના ફોટા વાળી કેક ગોઠવી તલવાર વડે કેપ કાપી સામાન્ય જન માનસમા ભય પેદા થાય તેવું કૃત્ય કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.વધુમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર સીન સપાટા નાખતો વીડિયો અપલોડ કરનાર કહેવાતી રાણીબા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 268, 290 તેમજ જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધાતા જ હાલમાં ભાગેડુ રહેલ કહેવાતી રાણીબાની મુશ્કેલીમાં વધારો થયો છે.