મોરબી : મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હોન્ડા ચોર કિશન વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક હોન્ડા ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર મિલીપાર્કમાં રહેતા ભાવેશભાઇ હરીભાઇ વાછાણીએ પોતાના ઘર નજીકથી ગત તા.24 એપ્રિલના રોજ કિશનભાઇ રમેશભાઇ પટેલ નામનો વાહન ઉઠાવગીર પોતાના ઘર પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનું બાઈક ચોરી જતા આ અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.