મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 56 થઈ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દરબારગઢ, સુથાર શેરીમાં પોઝિટિવ આવેલા 53 વર્ષના પુરુષના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 56 થઈ ગઈ છે. આજે સોમવારે બપોરે દરબારગઢમાં બીજો કેસ પણ પોઝિટિવ આવ્યો છે. જે કેસની મળતી વિગત મુજબ હાલ ગઈકાલે દરબારગઢ વિસ્તારમાં સુથાર શેરીમાં પોઝિટિવ આવેલા પાટડીયા શૈલેષભાઈ ઉ.53ના પત્ની પાટડીયા દીપાલીબેન શૈલેષભાઈ (ઉ.48)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સોમવારમાં આજના બે કેસ સાથે મોરબી તાલુકામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36 થઈ છે. જ્યારે મોરબી જિલ્લાની કુલ કેસની સંખ્યા 56 થઈ છે. સોમવારે, 6 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસની વિગત.. 1) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, સંઘવી શેરી : મહેશભાઈ જમનાદાસ ફિચડિયા (ઉ.60) 2) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, સુથાર શેરી : પાટડીયા દીપાલીબેન શૈલેષભાઈ (ઉ.48) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/