મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે. જેમાં મોરબી શહેરમાં 27 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેને હોમ આયસોલેટ કરવામાં આવ્યો છે. બીજી તરફ આજે બે લોકો રિકવર થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 26 કેસ નોંધાયા છે. સામે અત્યાર સુધીમાં 17 લોકો રિકવર થયા છે. જેથી હવે 9 કેસ એક્ટિવ રહ્યા છે. તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.