પેરાલિસિસ અને હૃદયનો હુમલો, ખોપડીના હાડકા અને મણકામાં ફેક્ચર, એસ્પિરેસન ન્યૂમોનિયા, કિડનીમાં ડેમેજ, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું સહિતની સમસ્યા ધરાવતા 85 વર્ષના દર્દીને એક અઠવાડિયામાં સાજા કરાયામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : 9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા. ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસનો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડીના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા થયું હતું, કિડનીમાં ડેમેજ થયું હતું, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું જણાતા તત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.સાથે બીપી ખૂબ ઓછુ હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શનનો ખૂબ જ વધારે ડોઝ આપવો પડ્યો હતો. આમ દર્દીની 85 વર્ષની ઉમર હોય અને એક સાથે આટલી બધી તકલીફો લાગુ પડેલી હોય અને દર્દી વેન્ટિલેટર પર હોય છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા માત્ર એક અઠવાડિયામાં દર્દીની રજા કરવામાં આવી હતી. દર્દી તેમજ દર્દીના સગા દ્વારા ડોક્ટર અને આયુષ હોસ્પિટલનો આભાર માનવામાં આવ્યો હતો. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.