30 દિવસમાં અરજી કરવા નગરપાલિકા દ્વારા જાહેરાત કરાઈ મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે ત્યારે આ જગ્યાઓ ઉપર કર્મચારીની ભરતી કરવા અગાઉ જાહેરાત કર્યા બાદ આજે વધુ એક જાહેરખબર આપી ભરતી માટે યુવાનોને આમંત્રિત કરાયા છે. મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:અગન-૧૦૨૦૧૮-૭૦ વ પાર્ટ તા.-૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ છે. જે જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. અરજીપત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવિક સેન્ટર/નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન મળી શકશે અથવા ઈ-નગર પોર્ટલ (http://enagar.gujrat.gov.in) ઉપરથી ડાઉનલોડ કરી શકશે. નિયત અરજી ફોર્મ ભરી રજીસ્ટર્ડ એડી અથવા સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસમાં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે.