હૃદય બંધ પડી ગયું હોવા છતાં CPR અને સચોટ સારવારથી માત્ર 8 દિવસમાં દર્દીને સ્વસ્થ કરી હસતા મોઢે રજા અપાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : 23 જૂન, 2026ના રોજ એક 60 વર્ષીય દર્દી ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા.ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરવામાં આવતા જણાયું કે દર્દીનું હૃદય બંધ પડી ગયું છે અને શ્વાસ અટકી ગયો છે. દર્દીની મરણાસન્ન અવસ્થાને ધ્યાનમાં લઈને આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા તાત્કાલિક CPR આપીને દર્દીનું બંધ પડી ગયેલું હૃદય ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું અને તેમને તુરંત વેન્ટિલેટર પર લેવામાં આવ્યા હતા.શરીરના મુખ્ય અંગોમાં હતું ભારે ડેમેજવેન્ટિલેટર પર લીધા બાદ આગળ ઊંડાણમાં તપાસ કરતા જણાયું કે દર્દીના હૃદય, ફેફસાં અને કિડની એમ શરીરના ત્રણેય ખૂબ જ મહત્ત્વના અંગોમાં મોટું ડેમેજ થયેલું હતું. દર્દીના શરીરમાં ઝેરી CO2 વાયુનું સ્તર ખૂબ જ વધી ગયું હતું, લોહીમાં એસિડનું પ્રમાણ અતિશય હતું અને લોહીની ટકાવારી પણ અત્યંત ઓછી થઈ ગઈ હતી.સચોટ સારવારથી માત્ર 8 દિવસમાં મળ્યું નવજીવનઆમ, દર્દીને એકસાથે અનેક જીવલેણ બીમારીઓ અને ક્રિટિકલ કન્ડિશન હોવા છતાં, આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની સચોટ સારવારના પરિણામે દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. સઘન સારવારના અંતે માત્ર 8 દિવસમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મેડિકલ અને ક્રિટિકલ કેર ક્ષેત્રે આવા મરણાસન્ન અવસ્થાના કેસ ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. પરંતુ આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની આગેવાનીમાં આવા અનેક કેસોમાં દર્દીઓને નવજીવન આપી દર્દી અને તેમના પરિવારને સતત આશાની સાથે ખુશી આપવામાં આવી છે. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #AyushHospital #CriticalCare #MedicalMiracle #HealthNews #DrSatyajitsinhJadeja #MorbiNews #CPR