મોરબી : થોડા દિવસો પહેલા શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી એક રીક્ષાની ચોરી કરવામાં આવી હતી. આ ચોરાઉ રીક્ષા સાથે રીક્ષા ચોર અગાઉ મોરબી બી ડિવિઝન પોલીસ ખાતા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં વધુ એક શખ્સની સંડોવણી હોવાની જાણ થતા પોલીસે તેને પણ પકડી પડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં થોડા દિવસો પહેલા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ ગીરીરાજ સોસાયટી પાસે અરવિંદભાઈ વીરજીભાઈ (ઉં.૨૨) રહે. બરવાળાએ કી. રૂ. ત્રીસ હાજરની સી.એન.જી. રીક્ષા નંબર જી.જે.૩એયુ૪૮૭૪ પાર્ક કરી હતી. ત્યાંથી તેઓની રીક્ષા ચોરી થઇ જતા તેમણે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે મળેલ બાતમીના આધારે અગાઉ ઈરફાનશા કરીમશા શાહમદાર (ઉ.વ. ૨૩)ની અટકાયત કરી હતી. આ બનાવની વધુ તપાસમાં રીક્ષા ચોરી કરવામાં વધુ એક શખ્સ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તે આરોપી રજાક લતીફ કચ્છી (રહે. કુબેરનાથ રેાડ, લુહાર શેરી, ખાટકીવાસ પાસે, મોરબી)ની ચેારાઉ રીક્ષાને સંગ્રહી રાખવાના ગુનાસર અટકાયત કરેલ છે.