આરોપી પાસેથી રૂ.3 લાખની રોકડ કબ્જે લેવાય : અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 7 આરોપીની ધરપકડટંકારા : ટંકારા નજીક ખજુરા હોટલ પાસે થયેલ રૂ.90 લાખની ચકચારી લુંટના પ્રકરણમાં વધુ એક આરોપીને રૂ.3 લાખની રોકડ સાથે જામનગરથી પકડી લેવાયો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ઉપર પણ લેવાયો છે. આ પકડાયેલ આરોપી મુખ્ય કાવતરાખોર છે અને પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.21 મેના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપરથી આંગડીયા પેઢીના રોકડા રૂપીયા સાથે XUV-300 નં-GJ-03-NK-3502 નંબરની કાર લઇને રાજકોટથી મોરબી આવતા હતા. ત્યારે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી રોકડ રૂ.90 લાખનીની લુંટ કરી હતી. આ મામલે સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી. પોલીસે આ કેસમાં અગાઉ આરોપી (૧) અભિભાઇ લાલાભાઇ અલગોતર રહે.ભાવનગર (૨) અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ રહે. ભાવનગર (3) દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી રહે.લખધીરગઢ તા-ટંકારા (૪) હિતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે. સાજણાસર ગામ તા-પાલીતાણા (૫) મેહુલ ઉર્ફે કાનો આહિર ધીરૂભાઇ બલદાણીયા રહે.સુરત (૬) નિકુલ કાનાભાઈ અલગોતર રહે.ભાવનગર વાળાની ધરપકડ કરી હતી.ફોકસવેગન કાર નં-GJ-01-RE-7578માં જે આરોપીઓ નાસી ગયા હતા. જે આરોપીઓ પૈકી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે.સુરત વાળો નાસતો ફરતો હોય જે જામનગર ખાતે હોવાની બાતમી મળતા પોલીસે જામનગર ખાતે જઈ રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર ઉ.વ.૨૪ રહે.સુરત હાલ જામનગર મયુરનગર વાળાની ધરપકડ કરી છે. વધુમાં આરોપીના રીમાન્ડ મંજુર થતા અલગ અલગ દિશામા હાલમાં તપાસ ચાલુ છે.આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા, પીઆઇ કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળવંતભાઇ દેગામા, રવિરાજસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા.