મોરબી: મોરબી 2 ની બ્રાવો કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ, ખાતે આજે તારીખ 10-01-2026 ના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી ઉત્સાહ, આનંદ અને શિસ્તના માહોલમાં સફળતાપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓના જોશપૂર્ણ Machal Marchથી થઈ હતી.આ પ્રસંગે બાળકોએ વિવિધ રમતો અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળકોની રેસ, ફ્લેમિંગો રેસ, બન્ની રેસ, અને મંકી રેસ જેવી વિવિધ સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, બાળકો દ્વારા યોગ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ ડેને વધુ યાદગાર બનાવવા માટે માતા-બાળ રેસ અને પિતા-બાળ રેસનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત માતાઓ માટે ઝુમ્બા સેશન અને સ્ટાફ માટે પણ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર રમતગમત પૂરતો સીમિત ન રહેતા, બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમ વર્ક અને શિસ્ત જેવા ગુણોનો વિકાસ કરતો એક યાદગાર અનુભવ બની રહ્યો હતો. બ્રાવો કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, સ્ટાફ, વાલીઓ અને બાળકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો, અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.