વાંકાનેર : વાંકાનેરમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે નવા વર્ષના આગમન પૂર્વે એન્યુઅલ ફંકશન યોજવામાં આવ્યું હતું. જેમાં 580 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને દેશ ભક્તિના કાર્યક્રમો રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ એન્યુઅલ ફંક્શનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ આપતાં પ્રેરક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. અનેકતામાં એકતા દર્શાવતા ભારત દેશનાં વિવિધ રાજ્યોની વેશભૂષા સાથેનો કાર્યક્રમ વિદ્યાર્થીઓએ રજૂ કરતાં જનમેદની પ્રભાવિત બની હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.