મોરબી : મોરબીના ભરતનગર ગામના રામજી મંદિર ચોકમાં ભરતનગર પ્રાથમિક શાળા દ્વારા આગામી તા. 9ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ 'ટહુકાર-2024'નું આયોજન કરવામાં આવ્યું છે.ભરતનગર ગામે પ્રાથમિક શાળા દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ ટહુકાર-2024માં શાળાના બાળકો દ્વારા અનેકવિધ કૃતિઓ જેવી કે સ્વાગત ગીત, મહાભારત થીમ ડાન્સ, મોબાઇલ થીમ નાટક, ચેર ડાન્સ, ફની ડાન્સ, રામ સિયા રામ, ઝાંસી કી રાની, રણછોડ રંગીલા, પેટ પકડીને હસાવતું નાટક- હુડીબાબા, દેશભક્તિ પેરોડી ડાન્સ, ક્રિકેટ થીમ ડાન્સ તેમજ સાંપ્રત સમયની વેદનાને વાચા આપતું ઊર્મિસભર નાટક- મા-બાપને ભૂલશો નહીં રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબીની કલાપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા ભરતનગર પ્રાથમિક શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.