મોરબી : જોધપર (નદી) ખાતે આવેલી એમ.પી.પટેલ ગ્રુપ ઓફ કોલેજમાં કેસુડાની કળીએ શિક્ષણનું સ્નેહમિલન વાર્ષિક ઉત્સવ અને છેલ્લા અંતિમ સત્રમાં રહેલા વિદ્યાર્થોનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ અને એમ.પી.પટેલ ગ્રુપ ઓફ કોલેજના ટ્રસ્ટી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કોલેજના બી.એડ. વિભાગની તાલીમાર્થીએ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેળવેલા ગોલ્ડ મેડલ, કોલેજકાળ દરમિયાન શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, કલા મહાકુંભ અને યુવા ઉત્સવમાં જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પુસ્તકો આપીને સન્માનિત કરાયા હતા. આ તકે કોલેજના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક નાટકની સાથે અધ્યેતા, અધ્યાપક અને અધ્યાયન કાર્યને શ્રીમદ ભાગવત ગીતા સાથે સાંકળીને વાદ સંવાદ રજૂ કરાયો હતો તથા વિદાય લેનાર વિદ્યાર્થીઓએ કોલેજકાળ દરમિયાન થયેલા અનુભવો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં લક્ષ્મણ વિદ્યાધામ કેમ્પસના ડાયરેક્ટર અને સાયન્સ વિભાગના પ્રો. ડો. અશ્વિનભાઈ બરાસરા અને બી.એડ. અને કોમર્સ વિભાગના પ્રો. રજનીશભાઈ બરાસરા દ્વારા સંસ્થાના વિકાસને વેગ આપવા માટે ઉપસ્થિત મહેમાનો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.