મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર વિરપર ખાતે આવેલી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આગામી તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક પ્રતિભા અને આવડતને બહાર લાવવાના હેતુથી આ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોનજ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 350થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. 150થી વધુ વર્કિંગ મોડેલ, 300થી વધુ આર્ટ વર્ક રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઈન ઈન્ડિયા, ડીએનએ લાયબ્રેરી, રોબોટિક્સ-કોડિંગ, વીડિયો ગેમ્સ, યુથ પાર્લામેન્ટ, લાપતા લેડિઝ, વેદ પુરાણ અને ઉપનિષદ, મેજિક શો, મોરબી શહેરની ટાઈમલાઈન, મ્યૂઝિકલ બેન્ડ, સીપીઆર અંગે ડેમોન્સ્ટ્રેશન સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે.