તમામ 18 વર્ણના સમાજ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો લેખિત ટેકો મેળવી આંદોલન વધુ તેજ બનાવાશેમોરબી અપડેટ : જેતપરમાં ચાલી રહેલી ગુજરાત સત્યાગ્રહ છાવણી માત્ર એક મંડપ નથી, પરંતુ તે ગુજરાતના 56 લાખ ખેડૂતોની વૈચારિક ક્રાંતિ છે તેમ જણાવી ખેડૂત આગેવાનોએ આજે કલેકટર કચેરી ખાતે MRC કમિટીના વિરોધ વેળાએ આગામી દિવાળી પછી ખેડુત મહાપંચાયત બોલાવાનું એલાન આપ્યું છે.ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સરકાર અને તંત્ર ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નિષ્ફળ જશે તો તમામ 18 વર્ણના ખેડૂતો એક થઈને લડત આપશે. તેઓ દરેક સમાજના પ્રમુખો અને આગેવાનો પાસે જઈને ખેડૂત આંદોલન માટે તેમનો લેખિતમાં ટેકો માંગશે. ખેડૂતોને જાગૃત કરવા માટે ગામેગામ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.રાજુભાઇ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ છાવણી સમગ્ર ગુજરાતના ખેડૂતોની છે. આગામી દિવસોમાં રાજ્યના તમામ મોટા ટ્રસ્ટો, મંદિરો અને મહંતોનો સંપર્ક કરીને તેમને આમંત્રણ આપવામાં આવશે અને તેમના આશીર્વાદ લેવામાં આવશે. વધુમાં, ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે દિવાળી પછી મોરબી જિલ્લામાં એક 'મહા કિસાન પંચાયત' બોલાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે. આ મહા પંચાયતની તારીખ અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.#MorbiUpdate #Morbi #GujaratFarmers #KisanPanchayat #FarmersProtest #JetpurChhavni #NehulAmrutiya #GujaratNews #KisanAndolan