આમ આદમી પાર્ટીએ મોરબી સહિત વધુ 13 બેઠકો માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી મોરબી : દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની ગતિવધી તેજ બની ગઈ છે. આજે મોરબી જિલ્લાની બેઠકો સહિત અન્ય જગ્યાએ ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે મજબૂત રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. અને પોતાનું પુરે પુરુ ફોકસ ગુજરાતમાં કરી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી સહિત વધુ 13 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી હાઇપ્રોફાઈલ ગણાવી મોરબી બેઠક પર આપ દ્વારા યુવા નેતા પંકજ રાણસરિયાને પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી મોરબીના રાજકારણમાં એક ગરમાવો આવી ગયો છે . આપ દ્વારા મોરબી બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવાર પંકજ રાણસરિયા ગત પેટા ચૂંટણીમાં લાઈક લાઇટમાં આવ્યા હતાં. તેઓ એ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પંકજ રાણસરિયા એક નવ યુવાન નેતા તરીકે ઓળખાય છે. અને પાટીદાર સમાજમાંથી આવે છે. આ વખતની ચૂંટણીમાં મોરબી બેઠક પર તેમની ઉમેદવારી ચૂંટણી પરિણામોને અસર કરતી સાબિત થઈ શકે તેવી શકયતા છે.