બપોરના સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશી ટ્રાફિક સર્જતાં હોવાના દ્રશ્યો અવારનવાર નવાર જોવા મળે છેમોરબી : મોરબી શહેરમાં સવારે 9:00 થી રાત્રે 9:00 સુધી ભારે વાહન માટે પ્રવેશબંધી છે. છતાં પણ દિવસ દરમિયાન ખાસ કરીને બપોરના સમયે ભારે વાહનો શહેરમાંથી પસાર થાય છે. એક તરફ શહેરમાં ઘણા બધા રોડ રસ્તા સાંકડા છે. અને વાહનો વધી ગયા છે. ઉપરાંત વિજય ટોકીઝ વાળો રોડ પણ બંધ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા દરરોજ રહે જ છે. તેવામાં ભારે વાહનો શહેરમાં પ્રવેશી વધુ ટ્રાફિક સર્જી રહ્યા છે. આજે બપોરે પણ એક નંબર પ્લેટ વગરનું ડમ્પર ત્રાજપર ચોકડીથી લઈને રવાપર ગામ સુધી શહેરના માર્ગો પર ફરીને પહોંચ્યું હતું. છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડે ધ્યાનમાં લીધેલ નથી. આવા ડમ્પરો અવારનવાર નીકળતા હોય છે. ભારે વાહનોની પ્રવેશબંધિનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ આના વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ છે. ટ્રાફિક પોલીસ સામાન્ય વ્યક્તિને લાઇસન્સ માટે પણ દંડ કરે છે ત્યારે ડમ્પર ચાલકો નંબર પ્લેટ વગર અને પ્રતિબંધ હોવા છતાં ભારે માલ સામાન સાથે પસાર થતા હોય ત્યારે તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં કેમ લેવાતા નથી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.