મોરબી ( જનક રાજા) : મોરબીમાં નૂતન વર્ષ પર્વ પ્રસંગે જળમાયું માતાજીના મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી ,સ્નેહ મિલન સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ભકિત નગર સર્કલ પાસે આવેલ રાજા-રાજાણી પરિવારના કુળદેવી જળમાયું માતાજીના મંદિર ખાતે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે બપોરે ૧૨ વાગે મહાઆરતી અને અન્નકુટ દર્શન ,સ્નેહ મિલન સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રાજા-રાજાણી પરિવારના બહોળી સંખ્યામાં કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.