મોરબી : આજરોજ ઠેર ઠેર હિન્દુ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ખત્રીવાડ શેરી નંબર-3માં આવેલા સમસ્ત બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના હિંગળાજ માતાજી આશાપુરા માતાજીના મંદિરે અન્નકૂટ ધરવામાં આવ્યા હતા. આ અન્નકૂટના દર્શન મંદિરે આવતા ભક્તોએ કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.