મોરબી : જે કોરોનાગ્રસ્ત દર્દી સારવાર બાદ કોરોનાના ચેપથી મુક્ત થયો હોય એ વ્યક્તિ થોડા દિવસો બાદ પોતાના શરીરના લોહીમાં રહેલું પ્લાઝ્મા ડોનેટ કરીને અન્ય 3 ચેપગ્રસ્તોને કોરોના સામે લડવા સક્ષમ બનાવી શકે છે. જો ચેપ મુક્ત થયેલા દર્દીનું પ્લાઝ્મા (લોહી નહીં) અન્ય કોરોના સંક્રમિતને ચડાવવામાં આવે તો તેમના શરીરમાં પણ કોરોના સામે લડવાની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આથી, પ્લાઝ્મા થેરાપી વડે દર્દી ઝડપથી સાજો થઈ જતો હોવાનું નિષ્ણતો માને છે. ત્યારે બેલા (રંગપર) ગામના જાગૃત યુવા નાગરિક અંકિત રણછોડભાઈ કણસાગરાએ પ્લાઝમાનું દાન કર્યું હતું. અંકિતભાઈ કોરોના પોઝીટીવ આવ્યા બાદ કોરોના અંગેની સારવાર લઈને કોરોનામુક્ત થયા હતા. બાદમાં અંકિતભાઈએ કોરોના દર્દીની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કર્યું છે. આથી, અંકિતભાઈ અન્ય કોરોનાગ્રસ્તની સારવાર માટે મદદરૂપ બનશે. જે અંકિતભાઈ દ્વારા લેવાયેલું આવકારદાયક અને પ્રસંસનીય પગલું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate