મોરબીથી ધૂંનમાં જવા માંગતા લોકો માટે લીલાલહેર પાસે બસની વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબી નજીક આવેલા જડેશ્વરથી તીથવા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યા ખાતે તા.21 થી 29 ઓક્ટોબર સુધી અખંડ ધૂંનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંખડ ધૂંનમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ શ્રદ્ધાભેર જોડાયા છે. ઉમા ભંગેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા ઉમા ભંગેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આયોજિત અંખડ રામઘુંનમાં ભક્તોને અવરજવરમાં અગવડતા ન પડે તે માટે બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મોરબીના લોકોને ધૂંનમાં જવા માટે અગવડતા ન પડે તે માટે દરરોજ સવારે 8 વાગ્યે મોરબીના લીલાહરથી બસ ઉપડશે અને સાંજે પાંચ વાગ્યે ઉમા ભંગેશ્વર મહાદેવ મંદીરેથી આ બસ મારફત મોરબીના લોકોને પરત લઈ આવવાની પણ વ્યવસ્થા કરાઈ છે અને દરરોજ અંખડ રામઘુનની રમઝટ બોલી રહી છે જેમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ, વાંકાનેરના ગીતા મંદિરના અગ્રણી અશ્વિનભાઈ રાવલ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..