આઈ ટેન કાર અને બોલેરો વચ્ચે અકસ્માત : આઠ ઘાયલ મોરબી: માળીયા હાઇવે ઉપર આજે સવારે આઈ ટેન કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા આ ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે આઠ થી વધુ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો લૌકિકવિધિમાં જતા હતા. જાણવા મળતી વિગતો મુજબ માળીયા અમદાવાદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા પાસે આજે સવારે બોલેરો કાર અને આઈ-૧૦ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અણિયારી નજીક થયેલા અકસ્માતમાં સાપકડા ગામના નરેન્દ્રભાઈ મકવાણા ઉ.૨૨ તથા બીપીનભાઈ જયસુખભાઈ ટાંક.ઉ.૨૭ રે.સાપકડાનું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં આ અકસ્માતમાં જગદીશભાઈ અઘારા,શાંતાબેન અઘારા,કાંતાબેન અઘારા,ધીરુભાઈ અઘારા,જગાભાઈ રામજીભાઈ, લાભ અમરશીભાઇ, જીવાભાઈ બીજલભાઈ, મુકતાબેન હરજીવનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ સ્ટાફ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનનાર પરિવાર લોકીકે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ થતાં મચ્છુ જેતપર ઇએમટી સ્ટાફ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા.