ટંકારા : ટંકારા નજીક ખીજડિયા જવાના રોડ ઉપર આજે પશુઓના કપાયેલા અવશેષો જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. બીજી તરફ આ મામલે ટંકારા પીઆઇ કે.એમ.છાસિયાને જાણ કરાતા તેઓએ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.