ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટાથી મુક્ત રાખવા અપીલ: કટોકટીમાં 1962 હેલ્પલાઈન પર સંપર્ક કરવોમોરબી અપડેટ: વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.પશુપાલન વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટા સાથે બાંધી ન રાખવા જેથી મુશ્કેલીના સમયે તેઓ પોતાની જાતે બચાવ કરી શકે. આ ઉપરાંત પશુઓને મોટા ઝાડ, નબળા છાપરા, જર્જરીત મકાન, કાચી દીવાલ કે વીજળીના થાંભલા પાસે ક્યારેય ન બાંધવા જોઈએ.ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ બંધિયાર જગ્યામાં ગૂંગળાઈ ન જાય તેની ખાસ સંભાળ રાખવા પણ જણાવાયું છે. પશુપાલકોને કોઈ પણ કટોકટી કે આકસ્મિક સમયમાં તાત્કાલિક સહાય મેળવવા માટે એનિમલ હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #AnimalHusbandry #LivestockSafety #AnimalHelpline1962 #MorbiNews #GujaratNews