અનિલભાઈ છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે કર્મને ધર્મ સમજી નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે, બુધવારે એવોર્ડ અર્પણ કરાશેમોરબી : ચિત્રકૂટ એવોર્ડ - 2024 માટે મોરબીના શિક્ષક અનિલભાઈ ફટાણિયાની પસંદગી થઈ છે. જેને પગલે સમગ્ર મોરબી શિક્ષણ જગતમાંથી તેઓ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. આ એવોર્ડ છેલ્લા 24 વર્ષથી પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ ની પસંદગીની પ્રક્રિયા ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવે છે. 25 માં ચિત્રકૂટ એવોર્ડ માટે ગુજરાત રાજ્યનાં દરેક જિલ્લા માંથી શિક્ષણ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35 શિક્ષકોની પસંદગી કરવામાં આવી.જેમાં મોરબી જિલ્લા માંથી પોલીસ લાઈન કન્યાશાળા નાં શિક્ષક અનિલભાઈ ફટાણિયા ની પસંદગી થઈ છે. અનિલભાઈ ફટાણિયા છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે કર્મને ધર્મ સમજી નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. બાળકોને પ્રવૃત્તિ સભર મૂલ્ય લક્ષી શિક્ષણ ,સ્વખર્ચે પ્રવૃતિ સભર વર્ગનું નિર્માણ, બાલમેળો,વિજ્ઞાન મેળો, ઇકોકલબ,રમતગમત,વગેરે જેવી શાળાકીય વિવિધ પ્રવૃતિઓમાં રસ રુચિ ઉત્પન્ન કરી બાળકોને સી.આર.સી., તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવડાવેલ હતો. બાળકોના શિક્ષણની સાથે સાથે તેમણે 35 થી વધુ ઓફલાઈન ટ્રેનિંગ 75થી વધુ ઓનલાઇન ટ્રેનિંગ લીધેલ. M.T. (માસ્ટર ટ્રેનર)તરીકે તાલુકા અને જિલ્લા કક્ષા એ ટ્રેનિંગ આપેલ. શાળા રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષા સુધી નિર્ણાયક તરીકે અનેક વખત ભુમિકા ભજવી છે રાજ્ય કક્ષાની યોગ R P (રિસોર્સ પર્સન)ટ્રેનિંગ લઈ દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોને યોગ ટ્રેનિંગ આપે છે તેમણે વાંચન લેખન બેંક,મારી હાજરી તો મારી જાતે જ, અંગ્રેજી આટલું સહેલું વગેરે ઇનોવેશન તાલુકા અને જિલ્લાકક્ષાએ રજૂ કરેલ છે. રમકડાં મેળો 2021 તેમણે બનાવેલ રમકડું 'ત્રીભાષીય ચક્ર' રાજ્ય કક્ષાએ રજૂ કરેલ. કોરોના દરમિયાન બિલકુલ પછાત વિસ્તારનાં બાળકોને ઓનલાઇન કલાસ અને શેરી શિક્ષણ દ્વારા શિક્ષણ પૂરું પાડેલ એમના ઓનલાઇન કલાસ મોરબી જિલ્લામાં પ્રેરણારૂપ બન્યા હતા.