ગ્રાહક અદાલતે કેસ સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો, આ હુકમને પડકારવા 2 કેસની અરજી રાજ્ય કમિશનરમાં કરી દેવાય, બાકીના કેસોની અરજી પણ હવે કરાશેમોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતરના કેસમાં ગ્રાહક અદાલતના હુકમ સામે નારાજ પીડિતોએ રાજ્ય કમિશનરના દ્વાર ખખડાવ્યા છે. બે અરજી રાજ્ય કમિશનરમાં કરી દેવાય છે. જ્યારે બાકીની અરજીઓ હવે કરવામાં આવશે.તેમ પીડિતોને એડવોકેટે જાહેર કર્યું છે.ઓક્ટોબર 2022માં મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજયા હતા. આ કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. વધુમાં આ કેસમાં 70 જેટલા મૃતકોના વળતર મુદ્દે ગ્રાહક અદાલતમાં 35 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા. આ મામલે પીડિતોના એડવોકેટ કિશનભાઈ દિનેશ કુમાર પંચાલે જણાવ્યું કે નામદાર ગ્રાહક અદાલતે કોર્ટને સિવિલમાં તબદીલ કરવાનો હુકમ કર્યો છે. તા.21/12/2024ના રોજ કોર્ટે હુકમ વાંચી સંભળાવ્યો હોવાનું કેહવામાં આવ્યું છે. આ દિવસે મોરબી કોર્ટ બંધ હતી. હુકમમાં તા. 26ની સહી છે. જ્યારે આ દિવસે પી.સી. રાવલ સર હાજર જ ન હતા. હવે અમે આ હુકમને પડકારવા માટે રાજ્ય કમિશનમાં જવાના છીએ. 2 કેસમાં અરજી કરી દેવામાં આવી છે. જેમાં તા.13 ફેબ્રુઆરીની મુદત પણ પડી છે. બાકીના કેસની અરજી હવે કરીશું.