ખોખાણી શેરીમાં નબીરાઓએ અડ્ડો જમાવ્યો હોવાની સ્થાનિકોની રાવમોરબી અપડેટ: જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ દરમિયાન મોરબીની ખોખાણી શેરીમાં આવેલા જૈન ઉપાશ્રયની આસપાસના વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની કોથળીઓ મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખાણી શેરીમાં આવેલ જૈન ઉપાશ્રયની આસપાસનો વિસ્તાર કેટલાક નબીરાઓ માટે દારૂ પીવાનો અડ્ડો બની ગયો છે. પવિત્ર દિવસોમાં ધાર્મિક સ્થળની પવિત્રતા ન જળવાય અને જાહેરમાં આવી પ્રવૃત્તિઓ થાય તે શરમજનક બાબત છે. પોલીસ તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરી દારૂના આ અડ્ડાને તાત્કાલિક બંધ કરાવે અને જવાબદારો સામે કડક પગલાં લે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.#MorbiUpdate #MorbiNews #ParyushanParv #JainUpashray #LiquorMenace #MorbiPolice #ActionNeeded #Morbi