લોકોને લાંબા ચક્કર કાપવા પડતા હોવાથી તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો લાવવાની માંગટંકારા : મોરબી- રાજકોટ હાઇવે ઉપર ટંકારાના મોટાભાગના ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલાસર મુખ્ય રોડ રસ્તાને જોડતા ડિવાઈડર કટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નગરને જાણે હાઇવેથી વિખુટુ પાડી દેવામાં આવ્યું હોય, તેમ નગરના તમામ ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને લાંબા ચક્કર કાપીને નગરમાં પ્રવેશ મેળવવો પડે છે. આ બાબતે લોકો ઉપરાંત સ્થાનિક નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ડિવાઈડર કટ ઘણી વખત અકસ્માતનું કારણ બનતા હોય છે. પણ મુખ્ય માર્ગને જોડતા ડિવાઈડર કટ ફરી શરૂ કરવાના આવે જેથી વાહનચાલકોનો સમય અને ઇંધણ બન્ને બચે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.