મોરબી : દેશભરમાં સર્વત્ર કોરોના વાયરસ ના કારણે ભયનો માહોલ છે. ત્યારે મોરબીમાં એકબાજુ તંત્ર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા માટે તકેદારીના પગલાં લેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ મહેન્દ્રપરામાં ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આશરે છેલ્લા ત્રણ માસથી ગટરો ઊભરાય છે. જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. તેમજ રોડ પર પણ ખાડા પડી ગયેલ હોવાથી ગટરનું ગંદુ પાણી તેમાં ભરાય જાય છે. આવી પરિસ્થિતિમાં રોગચાળો ફેલાવાનો ભય વધી જાય છે. હાલમાં કોરોના વાયરસના ફેલાવવાનું જોખમ પણ વધુ છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકોને સ્વચ્છતા જાળવવાનું તથા આ માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા નો નિવેડો લાવવામાં આવતો નથી. તેથી, મહેન્દ્રપરાના સ્થાનિકોમાં કોરોનાના ભયની સાથે તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. તેમજ તંત્ર દ્વારા આ સમસ્યા અંગે તાત્કાલિક યોગ્ય પગલા લેવામાં આવે તેવી રહીશોમાં માંગ ઊઠી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/