મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે આવેલી ન્યૂ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં રોજ રાત્રે અલગ અલગ પરંપરાગત રાસો રજૂ કરીને આ વિસ્તારની બહેનો, દીકરીઓ અને મહિલાઓ માતાજીની ભક્તિ કરી રહી છે. ત્યારે આ ન્યૂ હાઉસિંગ બોર્ડની ગરબીનો અંગારા રાસ એટલો પ્રચલિત હોય કે તેને જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોવાથી આજે રાત્રે ન્યૂ હાઉસિંગ બોર્ડની ગરબીમાં પ્રખ્યાત અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળાઓ અંગારા રાસ રજૂ કરીને મા જગદંબાની સ્તુતિ કરશે. તેથી આ અંગારા રાસ નિહાળવા દરેક ધર્મપ્રેમી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.