વિવિધ રમતો, ચિત્રકામ, રંગોળી અને હસ્તકલા જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ લીધો ઉત્સાહભેર ભાગમોરબી અપડેટ : મોરબી તાલુકાના મોડપર ગામ ખાતે આવેલી આંગણવાડી કોડ નંબર 104 દ્વારા તારીખ 29/09/2026 ના રોજ 'આંગણ ઉત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ, સર્જનાત્મકતા, છૂપી પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.આંગણ ઉત્સવ અંતર્ગત બાળકો માટે વિવિધ રમત-ગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચિત્રકામ, રંગોળી તથા હસ્તકલા જેવી આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સુંદર કલાત્મક અને સર્જનાત્મક પ્રતિભાઓનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.આ ભવ્ય પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય પ્રફુલાબેન મેરજા, મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરા, મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર, બાળકોના માતા-પિતા, આરોગ્ય સ્ટાફ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો અને બહોળી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ બાળકોનો ઉત્સાહ વધારીને બાળપણથી જ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ સુંદર આયોજનને સફળ બનાવનાર સહયોગીઓ, વાલીઓ તથા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #Modpar #Anganwadi #AnganUtsav #ChildDevelopment #MorbiNews #GujaratNews