મોરબી : હાલમાં મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને મોરબી આંગડિયા એસોસિએશનના અધિકારીઓની આજે બેઠક મળી હતી. જેમાં શનિવાર અને રવિવારે ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસોમાં આંગડિયાનું કામ બંધ રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.