દર વર્ષે પુણ્યતિથિ પ્રસંગે 20 વૃક્ષનું વાવેતર : અત્યાર સુધીમાં 45થી વધુ વૃક્ષ ઉછેર્યા મોરબી : મોરબીના વડસોલા પરિવાર દ્વારા દિવંગત વડીલની વાર્ષિક પુણ્યતિથિ વૃક્ષ વાવેતર અને ઉછેર થકી કરવામાં આવી રહી છે. અને આજે તૃતીય પુણ્યતિથિએ વધુ 20 વૃક્ષનું વાવેતર કરી અત્યાર સુધીમાં ધરતીના ખોળે 45 હર્યાભર્યા વૃક્ષ અર્પણ કરવામાં આવ્યા છે. મોરબીના સ્વ.ગૌરીબેન છગનલાલ વડસોલાની આજે તૃતીય પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનો દ્વારા 20 વૃક્ષનું વાવેતર કરી જતન કરવા સંકલ્પ કરાયો હતો. પર્યાવરણના જતન માટે વડસોલા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 45 જેટલા વૃક્ષ વાવીને ઉછેર કરતા આ વૃક્ષો હાલમાં ઘેઘુર બની લહેરાઈ રહ્યા છે.