મોચી શેરીમાં માટીના ગણપતિ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ જૂની લાઈટોને રીપેર કરી નવી રોશનીનો ઝળહળાટ કરી પંખા અને દેશી એસી પણ ફિટ કર્યું મોરબી : ગણેશ મહોત્સવ હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. ત્યારે મોરબીમાં બાળકોની અનેરી ગણેશ ભક્તિના દર્શન થયા છે. જેમાં બાળકોએ ઇકો ફ્રેન્ડલી એટલી માટીના ગણપતિ બનાવીને સ્થાપના કરી 15-20 હજારમાં તૈયાર થતો ભવ્ય પંડાલ પોકેટમનીમાંથી માત્ર બે હજારમાં ભવ્ય પંડાલ સજાવ્યો છે. ખાસ કરી વેસ્ટમાંથી બેસ્ટ એટલે જૂની રોશનીની લાઈટોને અદલ નવી જ બનાવી રોશનીનો ઝળહળાટ કરી પંખા અને દેશી એસી પણ ફિટ કર્યું છે. મોરબીની મોચી શેરીમાં નાના નાના 8 થી 12 વર્ષના બાળકોની ટીમ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પણ બીજા ભવ્ય ગણેશ મહોત્સવ કરતા બાળકોના ગણેશજી સાવ જુદા અને અનોખા તેમજ સૌનું ધ્યાન ખેંચે એવા છે.ખાસ કરી આ બાળકોની ટીમમાં જુદાજુદા કામની વહેંચણી કરી એક બાળકે ખાસ્સી મહેનતના અંતે ભલ ભલા કારીગરને પણ અચરજમાં મૂકી દે તેવી માટીમાંથી સુંદર અને કલાત્મક મૂર્તિ તૈયાર કરીને બિરાજમાન કર્યા છે. આ બાળકોની બુદ્ધિ ભવિષ્યમાં ઈજનેર કે વૈજ્ઞાનિક બને તેવી છે. કારણ કે વેસ્ટમાંથી બેસ્ટની જેમ ઓછા ખર્ચે ભવ્ય મંડપ સજાવ્યો જે 15 કે 20 હજારમાં રોશની અને અવનવી સજાવટથી ભવ્ય પંડાલ બને તેવો જ પંડાલ ઓછા ખર્ચે એટલે 2થી 3 હજારમાં બનાવ્યો છે. જેમાં જૂની જે રોશની હતી તેને રીપેર કરીને અનોખી રીતે રોશની સજાવી છે. તેમજ બાપાને ગરમી ન લાગે તે માટે દેશી એસી અને પંખા પણ મૂક્યા છે. આ બાળકોને ગણેશજી એટલા પ્રિય હોવાથી એમની કૃપા મેલવવા સવાર સાંજ આરતી, પૂજા અર્ચના અને પ્રસાદ વહેંચીને આરાધનામાં તલ્લીન રહે છે. બાળકોની ભક્તિમાં મોટેરાઓ પણ જોડાયા છે.