મોરબી : મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ ખુટ્યાઓ અને રેઢિયાળ ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં મોરબીના કુબેરનગર પાસે અડીંગો જમાવીને રોડ વચ્ચે બેસી રહેતા ખુટ્યાઓ અને રેઢિયાળ ઢોરથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે હવે મોરબીના સામાકાંઠે આવેલ સેવાસદનમાં પણ ખુંટિયાઓએ અંડિગો જમાવ્યો છે. જો કે હાલમાં વાંકાનેર ખુટ્યો ભુરાયો થતાં એક્ટિવા પર જતી બે મહિલાને ખુટિયાએ એક્ટીવા સમેત ફંગોળી દીધી હતી. હવે શું તંત્ર સેવાસદનમાં પણ આવી કોઈ ઘટના સર્જાય એની રાહ જોય રહ્યું છે? આ મામલે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના લાપરવાહ તંત્રના કારણે લોકોને રોડ-રસ્તા શિવાય સેવાસદનમાં પણ ખુંટિયાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. સાથે ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. સેવા સદનમાં આવતા અરજદારોને પણ ક્યાંય ખુટ્યા લગાડીના દે, એ ભય સતત સતાવ્યા કરે છે. અને સેવા સદનના તંત્રને પણ આની આદત પડી ગય હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.