મોરબી : મોરબી જિલ્લા પોલીસમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 8 બિન હથિયારધરી હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ શાખા અને પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નારણભાઈ હીરાભાઈ છૈયા, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવિણસંગ બનેસંગ ઝાલા, રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રસીક મનસુખલાલ પટેલ, એસી એસટી સેલમાં ફરજ બજાવતા નગીનદાસ જગજીવનદાસ નિમાવત, મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયકુમાર પરસોત્તમભાઈ છાસીયા, મોરબી સિટી-એ (એટેચ હિસાબી શાખા)માં ફરજ બજાવતા નવનીતભાઈ ભરતભાઈ કાસુન્દ્રા અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારને બિન હથિયારી ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.