મોરબી : માતાના મઢ જતા પદયાત્રીઓને આનંદ પ્રકાશ સેવા ફાઉન્ડેશન ગૃપ મોરબી બનાસકાંઠા દ્વારા સફરજન, ઠંડા પાણી અને લચ્છી સહીતની વિવિધ વસ્તુની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ સેવા આનંદ પ્રકાશ સેવા ફાઉન્ડેશન ગ્રુપ મોરબી બનાસકાંઠા છેલ્લા 4 વર્ષથી આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવી રહી છે અને સેવા કરીને આનંદ અનુભવી રહ્યા છે.