ગરબાની આવક ગૌશાળા અને પક્ષીઓની સેવામાં વપરાશેમોરબી : મોરબી તાલુકાના રવાપર ગામે આવેલી લોટસ સોસાયટીમાં લોટસ A6 અને લોટસ B6 ના સંયુક્ત ઉપક્રમે 'આનંદના ગરબા' નું સુંદર આયોજન કરવામાં આવ્યું. સત્સંગ સાથે સેવાના ઉદ્દેશ્યથી તમામ લોકોએ હળીમળીને આનંદ ગરબાની ઉજવણી કરી હતી. પોતાના વ્યસ્ત મહિલાઓ દ્વારા આ આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં મળતી ધનરાશિનો ઉપયોગ વિવિધ ગૌશાળાને અનુદાન અને પક્ષીઓને ચણ નાખવા વગેરે સેવાકીય ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આયોજકોના આમંત્રણને માન આપીને વર્ષ દરમિયાન વિવિધ જગ્યાએ આનંદના ગરબાનું આયોજન થાય છે. આવા સુંદર આયોજન માટે લોટસ A6 અને લોટસ B6 ના તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો છે. #Morbi #MorbiUpdate #Ravapar #AnandNoGarbo #LotusA6B6 #SatsangSatheSeva #GaushalaAnudan #SocialWorkMorbi